દેવીપૂજક સમાજ ને શિક્ષણ કેમ જરૂરી?

શિક્ષણ એક એવો વિષય છે જેના પર ચર્ચા કરવી ખૂબ જરૂરી છે કારણ કે આજના યુગમાં શિક્ષણ સૌના માટે ખૂબ જ જરૂરી છે. શિક્ષણ કેમ જરૂરી છે ?

કોઈ પણ દેશના ઈતિહાસમાં અશિક્ષિત લોકો દ્વારા ચોરી, હિંસા, અરાજકતા, સામાજિક અનૈતિકતા વગેરે ખૂબ ફૂલ્યા ફાલ્યાં તેથી તે પછીના ક્રમમાં આવેલા વિદ્વાન અને શિક્ષિત લોકોએ સમાજમાં નૈતિક મૂલ્યો સ્થાપિત કરવા, જીવનધોરણ ઊંચું લાવવા અને સામાજિક જવાબદારીઓ માટે સભાનતા કેળવીને સુંદર અને આદર્શ જીવન જીવવા માટે ‘શિક્ષણ’ ને અત્યંત મહત્વનું પાસું ગણાવ્યું અને શિક્ષણ પર વિશેષ ભાર મૂકાયો. ભારતમાં પણ આ પદ્ધતિ રહી. ‘શિક્ષણ’ શબ્દનો મૂળ અર્થ છે વિકસિત થવું. ખોટી માન્યતાઓ, ડરપોકપણું, અને મનની અસ્થિરતામાંથી બહાર આવીને પ્રજ્ઞાવાન, જાગૃત અને સ્વસ્થ થવું. શિક્ષણનો પહેલો ગુણ છે ‘જાગૃતિ’. શિક્ષિત વ્યક્તિ કંઈક વિશેષ જાણે છે તેથી તેને જાગૃત વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. શિક્ષણનો બીજો ગુણ છે સમજણ. વ્યક્તિની સામેના વ્યક્તિને સમજવાની બુદ્ધિમાં વધારો થાય છે. કોઈ પણ પરિસ્થિતિ, ઘટના, વ્યક્તિઓના વિચારો ને સમજવાની પ્રજ્ઞા તેનામાં વિકસિત થાય છે.શિક્ષણની એક ત્રીજી વસ્તુ છે સ્થિરતા. જેમ વ્યક્તિ અભ્યાસ કેળવે એ સ્થિર બને છે. નીડરતા એ ભણેલા વ્યક્તિનું લક્ષણ છે . નીડરતાનો અર્થ ફિલ્મોની જેમ કંઈ ચોથેમાળેથી ભૂસકા મારવામાં રહેલો નથી, પરંતુ કોઈના દોરવાયા દોરવાઈ ન જવું અને જે કોઈ પણ પરિસ્થિતિ હોય, પોતાની સમ્યક બુદ્ધિથી નિર્ણયો લેવા એ સાચી નીડરતા છે.

હવે આપણા દેવીપુજક સમાજ ની વાત કરીએ તો આપણે સોઉં જાણીએ છીએ આપણા સમાજ માં શિક્ષણ નું પ્રમાણ ઓછું છે. ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે અશિક્ષિત લોકો માં હિંસા, અરાજકતા, સામાજિક અનૈતિકતા વગેરે વધારે હોય છે. આપણે આપણા સમાજ માંથી આવા દુષણો દુર કરવા અને સમાજ ને આગળ લાવવા માટે શિક્ષિત થવું બહુ જરૂરી છે. આપણા સમાજ માં શિક્ષણ ઓછું હોવાના ઘણા કારણ છે. પહેલું તો વાલી એટલે પિતા કે માતા જ શિક્ષિત નથી હોતા આથી તેઓ શિક્ષા નું મહત્વ નથી સમજતા. તેઓનું માનવું એવું છે કે પોતે શિક્ષિત નથી તો શું ફરક પડ્યો તેઓ પણ પોતાની જીંદગી કઈક અંછે સફલ રહ્યા છે તો શિક્ષા ની શું જરૂર ? પણ ફરક પડે છે શિક્ષણ થી જીવન માં , જીવન જીવવા ની રીત માં ઘણો ફરક પડે છે. સમાજ માં તમારું માન વધે છે. ઘર માં એક શિક્ષિત વ્યક્તિ થી પુરા કુટુંબ પર સારી અસર પડે છે. વ્યવહારિક કામો તેમજ બહાર ના કામો જેમ કે સરકારી વહીવટી કામકાજો , ધંધા ના વહીવટી કામ વગેરે સરળ બને છે.આમ પોતાનું જીવન સરળ બનાવવા તેમજ પોતાનું તથા પોતાના કુટુંબ નું ભવિષ્ય સુધારવા શિક્ષણ જરૂરી છે.

6 thoughts on “દેવીપૂજક સમાજ ને શિક્ષણ કેમ જરૂરી?”

  1. શિક્ષણ એજ કલ્યાણ છે ..
    શિક્ષણ હશે તો આપણા હક. અધિકાર કોઈ છીણવી શકે નહી

    Like

  2. શિક્ષણ એ સાચો મિત્ર છે
    શિક્ષણ એ એક તીક્શ્ણ હથિયાર છે
    આપણા સમાજ માં મોટા બદલાવો ના વિકાસ માટે.
    હું અક્ષય દંતાણી કહું છું દિલ થી વાત લેજો જાણી…..
    Please my new generation friends…
    We can…👈👈

    Like

  3. We are proud off my self beacuse our community in day to day devloping education and become to socially awerance so I hope that one day 100% successfully getting.

    Like

Leave a comment